શિહોરના રૂ.88 લાખથી વધુના ઘી છેતરપિંડી કેસનો મુખ્ય આરોપી ચાર વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપાયો!

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા અધિકારી ઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતાં-ફરતાં આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૭૨/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ-૪૦૬,૪૨૦ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી જીતુ ઉર્ફે જીતેન્દ્ર ભેરૂલાલ ખટીક રહે.હાલ-વોર્ડ નં.૧૮, સંજય કોલોની, ફતેહનગર તા.ભાવલી જીલ્લો-ઉદયપુર રાજસ્થાનવાળો છેલ્લા ચારેક વર્ષથી રાજસ્થાન ખાતે તેના પરીવાર સાથે રહે છે. જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફના માણસો રાજસ્થાન ખાતે જઇ તપાસ કરતાં આરોપી ચિતોડગઢ ખાતે હોવાની માહિતી આધારે તપાસ કરતાં ચિતોડગઢ પોલીસ લાઇનની બાજુમા, ભીલવાડા બાયપાસ રોડ ઉપરથી નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેને વધુ પુછપરછ અર્થે ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

નાસતાં-ફરતાં આરોપીઃ-
જીતુ ઉર્ફે જીતેન્દ્ર ભેરૂલાલ ખટીક ઉ.વ.૩૩ રહે.હાલ-વોર્ડ નં.૧૮, સંજય કોલોની, ફતેહનગર તા.ભાવલી જીલ્લો-ઉદયપુર રાજસ્થાન

પકડવાના બાકી ગુન્હાની વિગત:-
શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૭૨/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ-૪૦૬,૪૨૦ મુજબ કાર્યવાહી હાથ ધરેલ હતી

અહેવાલ : સતાર મેતર ભાવનગર