શિહોર આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 40,000 નોટબૂક વિતરણ, વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિશેષ પ્રયાસ


શિહોર, 1 જૂન: શિહોર આહીર સમાજ સેવા ટ્રસ્ટે આઠ વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને તેની શિક્ષણક્ષેત્રે સેવાભાવી કામગીરી હેઠળ કુલ 40,000 નોટબૂકનું વિતરણ કર્યું છે. આ અભિયાન દ્વારા સમાજના વિવિધ ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને નોટબૂક વિતરીત કરવામાં આવી છે, જેથી શિક્ષણ કાર્યમાં સહાય મળે.

આહીર સમાજના દરેક સેવાભાવી કેન્દ્રો દ્વારા નોટબૂક વિતરણનું આ નવમું આયોજન યોજાયું છે, જેમાં સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ભવ્ય કામગીરી માટે સમાજે ખાસ હર્ષ અને ગર્વ વ્યક્ત કર્યો છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં શિક્ષણના ખર્ચા વધતા જતા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની મદદ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ કામગીરીના ભાગરૂપે 1 તારીખે દરેક ગામમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવશે.

અહેવાલ :- સતાર મેતર સિહોર