શિહોર ની એલ.ડી. મુનિ હાઈસ્કૂલ ખાતે ચાલતા બેઇસ્ટ રાઈફલ અને શ્રેષ્ઠ કેડેટને સન્માનિત કરાયા!

ભાવનગર: સિહોર, 30 માર્ચ 2025 – શિહોરની વંદેમાતરમ્ એકેડેમી અને યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા આયોજિત એક શારીરિક ટ્રેનિંગ કેમ્પના ભાગરૂપે, આજે એલ.ડી. મુનિ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર વિધાર્થીઓને શ્રેષ્ઠ કેડેટ અને શ્રેષ્ઠ રાઈફલ શૂટિંગ માટે સન્માનિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં, YYP (યુવા યુગ પરિવર્તન) સંસ્થાના આમંત્રણ પર સિહોર પી.આઈ. શ્રી બી.ડી. જાડેજા સાહેબ, સિહોર શહેર ભાજપા અધ્યક્ષ નિલેશભાઈ જાની, ઇલાબેન જાની, એક્સ આર્મી મેન અને વંદેમાતરમ્ એકેડેમી ના ફાઉન્ડર નાગભા રાઠોડ, ટ્રેનર પૃથ્વીરાજસિંહ ગોહિલ, માનવીરસિંહ રાઠોડ, YYP ના અધ્યક્ષ કુલદીપસિંહ, તેમજ YYP ના સભ્યોએ ભાગ લીધો.

વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર.