શિહોર પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરનારા વિદેશી ઘુસણખોરોને પકડવા સઘન કોમ્બીંગ ઓપરેશન


તારીખ: 27/04/2025
અહેવાલ: સતાર મેતર, ભાવનગર

શિહોર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘુસણખોરોને પકડી પાડવા માટે શિહોર પોલીસ સ્ટેશન દ્વારા વિશાળ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરાયું હતું.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર (ભાવનગર રેન્જ) અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ તથા પાલિતાણા ડિવિઝનના ડી.વાય.એસ.પી. મિહીર બારિયાની સૂચનાથી વિશિષ્ટ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું.

પો.ઇન્સ્પેક્ટર બી.ડી. જાડેજાની માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશનની ત્રણ અલગ-અલગ ટીમો બનાવીને નીચેના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી:

  • લીલાપીર વિસ્તાર
  • મેમણ કોલોની
  • ગરીબશાપીર વિસ્તાર
  • રહેમતનગર
  • ઘાંચીવાડ
  • ઘાંઘળી
  • શિહોર જી.આઇ.ડી.સી. વિસ્તાર

આ કોમ્બીંગ દરમિયાન આશરે 400થી વધુ વ્યક્તિઓ અને 150થી વધુ રહેણાંક મકાન અને ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું.
તપાસ દરમિયાન યુપી, એમપી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી આવેલા શંકાસ્પદ ઈસમોના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવી દસ્તાવેજોની પણ ચકાસણી કરાઈ.

શિહોર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને સ્ટાફના સહકારથી સંપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું હતું.