શીલ ગામે સંગેસરિયા બાપા અને લખમણ બાપાના મંદિરે ભવ્ય દ્વિતીય પાટોત્સવ સંપન્ન!

જૂનાગઢ
પોરબંદર-સોમનાથ હાઇવેના પશ્ચિમ દિશામાં, નેત્રાવતી નદીના પવિત્ર કિનારે વસેલા શીલ ગામે, ભરડા-ડાકી પરિવારના આરાધ્યદેવ શ્રી સંગેસરિયા બાપા અને લખમણ બાપાના નવનિર્મિત મંદિરે દ્વિતીય પાટોત્સવ હર્ષોલ્લાસભેર યોજાયો હતો.

આ પાવન પાટોત્સવમાં સેવાના ભેખધારી મનાભાઈ ભરડાના સાનિધ્યમાં યજ્ઞોત્સવ, ધ્વજારોહણ, મહાપ્રસાદ અને રાત્રે ભક્તિમય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવ્ય રીતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિશેષરૂપે, સમાજસેવામાં સક્રિય **હર્ષભાઈ ભરડા (HK)**ને સંગેસરિયા મંદિર સેવા સમિતિ – શીલ તરફથી “સમાજ રત્ન એવોર્ડ” અપાઈ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ખાપટના દિનેશભાઈ ગોવિંદભાઈ ભરડાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો.

આ ઉપરાંત દિનેશભાઈ અને ડાકી-ભરડા પરિવારના સહયોગથી અંદાજે ₹45 લાખના ખર્ચે વાડીનું નવનિર્માણ કાર્ય પૂર્ણતાની દહેલી પર છે. આ વાડીના નિર્માણમાં દિનેશભાઈનો મૂલ્યવાન ફાળો અને અન્ય દાતાઓના યોગદાનથી સમગ્ર પંથક માટે આ જગ્યા એક અતિશય શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે.

આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, દાતાઓ અને ગામજનો હાજર રહી મહાપરસાદનો લાભ લીધો હતો અને સંતોનું વચનામૃત સાંભળી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ