જૂનાગઢ
જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ઉજવણીના ભાગ રૂપે “સ્વયં અને સમાજ માટે યોગ”થીમ અંતર્ગત સમાજમાં યોગ જાગૃતિ કેળવાય તે હેતુસર જૂનાગઢ મ્યુન્સિપલ કોર્પોરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ શ્યામા પ્રસાદ મુખર્જી સ્નાના ગાર ખાતે યોગ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વીમીંગ કરવા ખેલાડીઓએ તથા સ્ટાફ તથા યોગબોર્ડ ના સદસ્યો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)