શ્યામ મહિલા મંડળ જુનાગઢ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

જૂનાગઢ

શ્યામ મહિલા મંડળ,જુનાગઢ દ્વારા શ્યામ વાડી ખાતે સૌની આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર એવા સતાધાર ના બ્રહ્મલીન મહંતશ્રી પૂજ્ય શામજી બાપુની મૂર્તિ સમક્ષ ગુરુપૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રીશ્રી પ્રફુલચંદ્ર જોશી દ્વારા શ્યામ મહિલા મંડળના પ્રમુખશ્રી મીનાબેન ગોહેલ ના હસ્તે પૂજન વિધિ કરાવવામાં આવેલ અને ત્યારબાદ શ્યામ મહિલા મંડળની બધા બહેનો દ્વારા બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવી આરતી પૂજન કરવામાં આવેલ અને ત્યારબાદ ધૂન કીર્તન અને રાસ ની રમઝટ બોલાવી ગુરુ પૂણિમા નો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉત્સાહ સાથે ઉજવવામાં આવેલ.

વધુમાં હાલમાં સતત વરસાદને કારણે વડીલો યુવાનો અને બાળકોને વિવિધ બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તે માટે ડોક્ટર ઉત્પલાબેન ડી.ગોહેલ દ્વારા આ સિઝન ની અંદર બાળકો યુવાનો અને વડીલો વગેરે એ પોતાના સ્વાસ્થયની કેવી કાળજી, જાળવણી અને પરેજી પાળવી તથા પોતાનો ખોરાક લેવો અને આ સમય દરમિયાન વાત પિત અને કફ ના હિસાબે અનેક રોગો થતા હોય છે, ડોક્ટર ઉત્પલાબેન દ્વારા માહિતી આપવામાં આવી કે આપણી પરંપરા અને પુરાણો દ્વારા આપણા રસોડામાં વપરાતી એક એક વસ્તુઓનું કેટલું મહત્વ છે તે સમજાવી અને તેનો ઉપયોગ કરવાથી આ સિઝન ની અંદર અનેક નાની મોટી માંદગીથી ચોક્કસ બચી શકાય છે સવાર સાંજ બપોર શું ખાવું અને કેટલું ખાવું એની વિગતવાર માહિતી આપી હતી.

આ તકે શ્યામ મહિલા મંડળ ના પ્રમુખશ્રી મીનાબેન ગોહેલ તથા તેમની ટીમ દ્વારા ડો ઉત્ત્પલાબેન ગોહેલે ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા શ્રી ભરતભાઈ ભાલીયા અને અને કંચનબેન ચૌહાણ દ્વારા પૂજ્ય શામજી બાપુ વિશે માહિતી આપી આપણા જીવનમાં ગુરુનું મહત્વ શું છે તે વિશે જણાવેલ પ્રમુખશ્રી મીનાબેન ગોહેલ દ્વારા શ્રાવણ મહિનામાં એક દિવસ ધાર્મિક સ્થળે યાત્રાનુ આયોજન કરવા પણ જણાવેલ, મંત્રીશ્રી અરુણાબેન ભાલીયા ખજાનચી શ્રી છાયાબેન ચોટલીયા, હર્ષાબેન કાચા, ભાવનાબેન ચાવડા, કંચનબેન ચૌહાણ તથા શ્યામ મહિલા મંડળની વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાયૅક્રમ નું સંચાલન કન્વિનરશ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા દ્વારા કરવામાં આવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)