ગત રવિવારના રોજ શ્યામ વાડી, જૂનાગઢ ખાતે આ વર્ષ ની પ્રથમ મિટિંગ મળી હતી, જેમાં ગયા વર્ષ નો અહેવાલ તેમજ ગયા વર્ષનો નાણાંકીય હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ડિસ્ટ્રીકટ કો-ઓડીનેટર,આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તરફથી જાગૃતિ અભિયાનના ડો.વષૉબેન રાદડિયા એ બહેનોમા થતાં વિવિધ પ્રકારના કેન્સર ની માહિતી આપી હતી તેમજ સ્તન કેન્સર ના નિદાન માટેના સાધનની મદદથી તપાસ કરવા બાબતની માહિતી આપી હતી અને મહિલા મંડળ ની બહેનો સાથે પ્રશ્નોતરી કરી હતી અને કેન્સર ની બિમારી વિષે સંપૂર્ણ માહીતગાર કયૉ હતા.
આ ઉપરાંત ડૉ. પ્રતિક ટાંક ના ધર્મપત્ની ડૉ. ફોરમબેન એ માસ્ટર ઈન ટમૅટોલોજી ની ડીગ્રી પ્રાપ્ત કરેલ તેમને આ મિટિંગમાં આમંત્રિત કરી તેમનું પણ સન્માન કરવામાં આવેલ અને તેઓએ પણ સ્કીન ઉપર પ્રવચન આપેલ અને બહેનો સાથે પ્રશ્નોતરી કરેલ. મિટિંગમા પ્રમુખશ્રી મીનાબેન ગોહેલ એ નવા વર્ષ ની પ્રથમ મીટીંગ હોવાથી સર્વને શુભેચ્છા પાઠવી હતી, તેમજ આગામી 2025 ના વર્ષમાં મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિને પ્રોત્સાહન મળે તેવા કાર્યકર્મો કરવાની માહિતી આપી હતી.
મંત્રીશ્રી અરુણાબેન ભાલીયા, કન્વિનરશ્રી કિશોરભાઈ ચોટલીયા અને શ્રી ભરતભાઈ ભાલીયા એ પ્રસંગોચિત પ્રવચન આપેલ. આ કાર્યક્રમનુ સંચાલન કન્વીનરશ્રી કિશોરભાઈ ચોટલીયા તથા આભારવિધિ મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા એ કરેલ. મિટિંગ ના અંતે સતાધાર મહંતશ્રી શામજી બાપુની આરતી કરી દર્શનનો લાભ લઈ સૌએ ધન્યતા અનુભવેલ હતી. મિટિંગ પુણૅ થયા બાદ સમુહમાં ભજીયા ની મોજ માણી હતી .
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)