સાળંગપુરધામ –
શનિવારના પવિત્ર દિવસે, સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું વિશિષ્ટ શણગાર અને અન્નકૂટ ભક્તિભાવથી યોજાયો હતો.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ તા. 05-04-2025 શનિવારના રોજ, દાદાને સેવંતી, ઓર્કિડ અને ગુલાબના 200 કિ.ગ્રા મીક્સ ફુલોથી શણગાર કરવામાં આવ્યો અને સાથે કેળા તથા કેરીના 200 કિલો અન્નકૂટ ધરાવાયો હતો.
સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા 7:00 કલાકે મુખ્ય આરતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા કરાઈ હતી.
આ પ્રસંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે દાદાને આજે પ્યોર સિલ્કમાંથી બનેલા, વૃંદાવનમાં 15 દિવસની મહેનતે તૈયાર થયેલા વિશિષ્ટ વાઘા ધરાવાયા છે. વડોદરાથી મંગાવવામાં આવેલા ફુલોથી દાદાનું સિંહાસન શણગારાયું છે અને બગસરાથી આવેલા હરિભક્તે મોકલાવેલા “રામ” લખાયેલ આંકડાના ફુલનો હાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
હજારો ભક્તોએ આ દિવ્ય શણગાર તથા અન્નકૂટના દર્શન પ્રત્યક્ષ તથા ઓનલાઈન લઈને અખૂટ ભક્તિનો અનુભવ કર્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ