શ્રાવણના પેહલા સોમવારે રાજાશાહી સમયનું મંદિર એટલે ભાવનગરના તખ્તેશ્વર મહાદેવ મંદીર.

ભાવનગર

પ્રવિત્ર શ્રાવણ માસ ચાલી થઈ રહ્યો છે અને શિવભક્તો ભક્તિમય બની આખા મહિના દરમિયાન ભગવાન શિવની આરાધના કરશે . ભાવનગરની રાજાશાહી સમય અને સૌથી ઉંચુ મંદિર એટલે તખ્તેશ્વર મહાદેવજી મંદીર.

૭૧ વર્ષ બાદ શ્રાવણ મહિના નો યોગ બન્યો છે કે જેમાં માસની શરૂઆત સોમવાર થી થઈ રહી છે અને અંત પણ સોમવાર થી થશે .ભાવનગર માં ૨૮૦ ફૂટ ની ઉંચાઈ પર આવેલ તખ્તેશ્વર મહાદેવ મંદીર ભાવનગરના રાજા સર તખતસિંહજી દ્વારા બાંધવામાં આવ્યું હતુ. રાજા તખતસિંહજી શરદ ઋતુમાં બોટાદના હનુમાનજી મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં એક મહાત્માને તેમણે ઠંડી ને કારણે શાલ ઓઢાડી પરંતુ મહાત્માએ શાલ પોતાના શરીર પર થી દૂર ફેકી ફૂક મારીને ભસ્મ કરી નાખી અને રાજા ને કહ્યું તારો દેહ પણ નશ્વર છે અને આવી જ રીતે બળી જશે , તું એવું કામ કર જેનાથી તારી પ્રજા ને વર્ષો સુધી યાદ કરે , રાજાએ કહ્યું બાપુ સમજ્યો નહી ત્યારે બાપુએ કહ્યુ તું શિવ મંદિર બનાવ અને ત્યાર બાદ સર તખ્તસિંહજી દ્વારા તખ્તેશ્વર મહાદેવ મંદીરની સ્થાપના કરવામાં આવી .૨૮૦ ફૂટ ની ઉંચાઈ પર આવેલ શિવ મંદિર ના પટાંગણમાં થી આખું ભાવનગર દ્રશ્યમાન થાય છે . ૯ વર્ષ ની આયુથી આ મંદિર ની સેવા કરતા પૂજારી કહે છે આ મંદિરે દર્શન કરવામાં પાંચ લાભો છે , શિવલિંગના પવિત્ર દર્શન , ઉંચાઈ પર હોવા થી શુદ્ધ હવા , ચાલી ને ઉપર આવવા થી કસરત થાય છે , સમગ્ર ભાવનગર અહી થી દેખાય છે , સમય ક્યાં પસાર થાય છે તેનો ખ્યાલ નથી આવતો .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)