શ્રાવણ કૃષ્ણ દશમી પર સોમનાથ મહાદેવને કમળ પુષ્પ શ્રૃંગાર.

સોમનાથ

શ્રાવણ કૃષ્ણ દશમીના પવિત્ર દિવસે, શ્રી સોમનાથ મહાદેવને કમળ પુષ્પ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવને કમળ તેમજ અનેકવિધ સુંદર પુષ્પોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. શાસ્ત્રો અનુસાર કમળનું પુષ્પ ભગવાન શિવને પ્રિય ગણાય છે.ભગવાન વિષ્ણુએ પણ મહાદેવને કમળ પૂજા કરી પ્રસન્ન કર્યા હતા.

આ શૃંગારથી ભક્તોને માર્મિક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે કમળ જે કાદવમાં ઉત્પન્ન થાય છે. છતાં તદ્દન શુદ્ધ અને નિર્મળ રહે છે, એવીજ રીતે વ્યક્તિની આસપાસનું વાતાવરણ ભલે ગમે તેટલું દૂષિત થાય પણ વ્યક્તિ પોતાની આંતરિક નિર્મળતા અને શુધ્ધિ જાળવી રાખે તો તે પણ કમળના પુષ્પની જેમ શિવત્વ પ્રાપ્ત કરે છે.

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)