શ્રીકષ્ટભંજનદેવ દાદાને પતંગોનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.15-01-2025ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પતંગના વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસન,મંદિરને રંગબેરંગી પતંગ-ફીરકીનો શણગાર કરાયો હતો. સાંજે 6:15 કલાકે સંધ્યા આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ.
મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞની પૂર્ણાહુતી બપોરે ૧૧:૩૦ કલાકે કરવામાં આવેલ છે. દાદાના શણગાર-આરતી-પૂજન-અન્નકૂટ-દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ અમૂલ્ય લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)