
શ્રી ઓઝા સરીયા દાદાના ચરણોમાં શ્રી દિનકરરાય લાભશંકર ઓઝા, અજાબવાળા ના પ્રમુખસ્થાને તથા શ્રી સંજયભાઈ દિનકરરાય ઓઝા, સુત્રાપાડા ના અતિથી વિશેષ પદે સંવત ૨૦૮૧ ના માગશર વદ સાતમ ને રવિવારે તા ૨૨-૧૨-૨૦૨૪ ના રોજ પંચદશ મહાયજ્ઞ નું દાદાના મંદિરે, મુ.નાગેશ્રી જિ.સોમનાથ ગીર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમા શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ના સમસ્ત ઓઝા પરિવાર તેમજ સમસ્ત સેવક સમુદાય તથા સ્નેહીજનોને લાભ લેવા સંસ્થા તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે. આ મહાયજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે શ્રી ઓઝા મનિષભાઈ દયાશંકરભાઈ, વેરાવળ તથા અન્ય યજમાન તરીકે શ્રી હિતેશભાઈ પ્રતાપરાય ઓઝા, ઉના, શ્રી ભાવેશભાઈ લાભશંકર ઓઝા, ઉના, શ્રી જશ્મીનભાઈ હરસમુખરાય ઓઝા, ઉના, તથા શ્રી મયંકભાઈ શાંતિલાલ ઓઝા, મુંબઈ બિરાજશે. આ મહાયજ્ઞમાં ભોજનના મુખ્ય દાતા તરીકે શ્રી અમરીશભાઈ ડેર, અધ્યક્ષશ્રી, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કર્મચારી મંડળ,ગુ.રા.,પૂર્વ ધારાસભ્યશ્રી રાજુલા ઉપસ્થિત રહેશે. આ મહાયજ્ઞની પૂર્વ રાત્રીએ તા. ૨૧-૧૨-૨૦૨૪ ને શનિવાર ના રોજ રાત્રીના ૯-૦૦ કલાકે રઢીયાળી રાતનો ભવ્ય ભાતીગળ લોકડાયરો યોજાશે તેમાં લોક સાહિત્ય સમ્રાટ શ્રી ભરતભાઈ બોરીચા, ભજનીક શ્રી મનીષભાઈ ઓઝા, લોક સાહિત્યકાર, શ્રી હરદેવભાઈ ગઢવી, લોક સાહિત્યકાર પી.એસ.આઈ. શ્રી ગંભીરસિંહ ગોહીલ, તથા ભજનીક શ્રી કશ્યપભાઈ ઓઝા સંગીત ના સથવારે ભજનો તથા લોકસાહિત્ય ની મોજ કરાવશે તો લોક ડાયરા નોલાભ લેવા સંસ્થા તરફથી જણાવવામાં આવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)