શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજની કીટનું વિતરણ કરાયુ.

શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ ,જુનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તેનાં અનુસંધાને આ વખતે જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ નાં પાવન તહેવાર નિમિતે તા.૧૨|૦૧|૨૦૨૫ ને રવિવારનાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ, ગરબી ચોક, જુનાગઢ ખાતે જરૂરીયાતમંદ ૫૫ (પંચાવન) કુટુંબોને વિનામુલ્યે તેલ, ખાંડ, ખીચડી, ચાની ભુકી, ચટણી, હળદર, ધાણાજીરૂ, ચોખાનાં પૌવા, ચણા, ચણાની દાળ, સફેદ વટાણાં, નિમક (મીઠું), કપડાં ધોવાનો સાબુ, ન્હાવાનો સાબુ, કપડાં ધોવાનો પાવડર, માંડવી ની ચીકી, તલ નાં લાડુ, મમરા નાં લાડુ, રાજીગરા નાં લાડુ, પારલે બિસ્કીટ, જીણા બિસ્કીટ એમ કુલ ૨૧ (એકવીસ) આઈટમ આપવામાં આવેલ હતી.


આ વિતરણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગાયત્રી જ્ઞાન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ નાં પ્રમુખશ્રી ચંદુભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ જોષી, વજુભાઈ ઘકાણ, હરસુખભાઈ પાલા, હર્ષભાઈ ઠાકર, ભાર્ગવભાઈ માંડલીયા, કનૈયાભાઈ, રમણીકભાઈ ચલ્લા, શ્રી તન્વીબેન વૈષ્નવ, પ્રવિણાબેન વાઘેલા, કુમુદબેન ઠાકર, દમયંતિબેન વૈઠા, રેખાબેન સ્વાદીયા, રોહિણીબેન આચાર્ય, દેવીબેન દવે, રમીલાબેન ઘુચલા, ઈન્દુબેન ખાણદર, ચેતનાબેન પંડયા, સ્મિતાબેન ગાલોરીયા, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવાં સંસ્થા નાં પ્રમુખશ્રી નરેન્દ્ર ઘુચલા ની ટીમ એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)