આ કાર્યક્રમમાં બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં કુલ 27 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ કૃતિઓમાં મોબાઇલ થીમ, બેટી બચાવો,નારી શક્તિ ,મહાભારત અને સાહસિક કાર્યક્રમો અને મોટિવેશન થીમ દ્વારા વાલીશ્રીઓ અને કેશોદનાં અગ્રગણ્ય લોકો ભાવવિભોર થઈ ગયા હતા.જ્યારે મણિયારાના ગીતમાં ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યની ઝલક દેખાતી હતી.દરેક કૃતિઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માટે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સરસ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું હતું.
શાળાના સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવેલ હતું.વસ્ત્ર પરિધાન પણ આ કાર્યક્મની વિશેષતા હતી, વસ્ત્ર પરિધાન દ્વારા વાલીઓને આકર્ષિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં આગેવાનો પૂર્ણ સમય ઊપસ્થિત રહ્યા હતા.ખીલે છે ફૂલડાઓ સંસ્કારોના સથવારે કાર્યક્રમ દ્વારા સમાજને એક હકારાત્મક સંદેશ જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ટ્રસ્ટી સ્વાતિ મેડમ અને સમીર સર કણસાગરા કેમ્પસ ડાયરેક્ટર પ્રભુદાસ સર મુરબિયા પ્રિ સ્કૂલનાં હેડ સોનલ મેડમ પ્રાયમરીનાં હેડ પૂજા મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)