શ્રી મહાદેવ ભારતી બાપુ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભની યાત્રાએ જતા બાપુના રથને પ્રસ્થાન કરાવતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ.

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમંત શ્રી મહાદેવ ભારતી બાપુ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભની યાત્રાએ જતા બાપુના રથને પ્રસ્થાન કરાવતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ.

જૂનાગઢના ગિરનારી ગ્રુપ ના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, જૂનાગઢના ભવનાથ માં આવેલ ભારતી આશ્રમના લઘુ મહંત શ્રી મહાદેવ ભારતી બાપુ પ્રયાગરાજ તિર્થ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં ભાગ લેવા જઈ રહ્યા છે. ત્યારે એમને જુનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા પૂ.બાપુ ને હારતોરા કરી તમામ સેવક ગણોનું યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય સારું રહે અને નિર્વિઘ્ને શુભ યાત્રા પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ પાઠવી ગિરનારી મહારાજના જયકારા કરી પ્રાર્થના કરી તેમના રથ ને પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું. આ તકે સમીરભાઈ દવે, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, અલ્પેશભાઈ મહેતા, કેતનભાઇ રૂપાપરા, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીના અંતે જણાવેલ હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)