🌸 શ્રી સંહિતા મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ 🌸
8 માર્ચ, વુમન્સ ડેના અવસરે, શ્રી સંહિતા મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા મહિલાઓ માટે અવેરનેસ કાર્યક્રમ અન્વયે, વીણાબેન પંડ્યાની યાદમાં સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રેડ ક્રોસ હોલ, આઝાદ ચોક, જુનાગઢ ખાતે યોજાયો હતો. 💃✨
આ અવસરે, સંજીવની હોમિયોપેથી ક્લિનિકના ડૉ. આશાબેન પરમારએ સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને દરેક રોગને દવા વિના કેવી રીતે મટાડી શકાય તે અંગે રસપ્રદ માહિતી આપી હતી. 💪👩⚕️
આ સ્પર્ધામાં, દરેક ભાગ લેનારને કેટ વોક સાથે વુમન્સ ડે અનુસંધાને બે મિનિટ બોલવાની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ સ્પર્ધા સિનિયર અને જુનિયર એમ બે ગ્રુપમાં યોજાઈ હતી. 🏆👗
ઝંખનાબેન ભટ્ટ અને ગાયત્રીબેન જાની સ્પર્ધાના निर्णાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા બહેનોને ઇનામ આપવામાં આવ્યું. 🏅
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા અને મંડળના કારોબારી સભ્યોએ ભારે મહેનત કરી. 🙌
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જુનાગઢ)