શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા “ઈન્દ્રધનુષ” થીમ પર ઓપન જુનાગઢ કાર્યક્રમનું આયોજન.

જૂનાગઢ શહેરમાં વર્ષાની ઋતુના અનુકૂળ વાતાવરણ વચ્ચે શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા “ઓપન–જૂનાગઢ” નામે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં “ઇન્દ્રધનુષ” થીમ પર આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓએ સાડી, ડ્રેસ, બંગડી, માળા, પર્સ જેવી વસ્તુઓમાં સાત રંગોનો સુમેળ કરીને કલરફુલ રજૂઆત આપી હતી.

આ સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓએ સાત રંગોની વિવિધ સામગ્રી પહેરીને પોતાનો પરિચય આપ્યો અને ઈન્દ્રધનુષ જેવો ઝલકતો લુક રજૂ કર્યો. દરેક સ્પર્ધકને તેમના ડ્રેસમાં આવેલા સાત રંગો વિશે સ્પષ્ટ જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વરસાદી ગીતો પર રજૂઆત કરવામાં આવી, જેમાં મહિલાઓએ રસભર્યું પારંપરિક અને આધુનિક ગીતોની માધ્યમથી મંચ પર પોતાની છાપ છોડી હતી.

કાર્યક્રમમાં બીજી સ્પર્ધા “વન મિનિટ લખવાની રમત” પણ રાખવામાં આવી, જેમાં સ્પર્ધકોએ નિર્ધારિત સમયગાળા દરમિયાન નિમિત્ત લેખન કરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી.

આ કાર્યક્રમ રેડ ક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે યોજાયો હતો અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રતિનિધિઓએ તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધારતો અભિનંદન પાઠવ્યો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતી રહે તેવી શુભેચ્છાઓ આપી.


📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ