સોમનાથમાં થશે નટરાજની કલા આરાધના
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દેશવિદેશના કરોડો ભક્તો મહાદેવને પૂજા અર્ચન અને પ્રાર્થના કરી એમની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે શિવજી તો નટરાજ છે. નૃત્ય કલા અને સંસ્કૃતિના આરાધ્ય દેવ એટલે મહાદેવ. કલાકારો એમની કલાનું પુષ્પ એમના ચરણોમાં અર્પણ કરતા હોય છે. ત્યારે શ્રીમતી સુસ્મિતા બેનર્જી કે જેઓ કથક નૃત્ય કોરિયોગ્રફર છે અને તેમણે UNESCO, ભારતીય સંસ્કૃતિ મંત્રાલય, અને અન્ય ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માધ્યમો પર પોતાના નૃત્યનું પ્રદર્શન કરેલ છે.
ત્યારે આજરોજ તા.13/01/2025 ના રોજ સાંજના 6 થી 7 વાગ્યે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે.
નટેશ્વરની નૃત્ય આરાધનાની સાથે-સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર શ્રદ્ધાળુઓ માટે આ નૃત્ય કાર્યક્રમ અલભ્ય લાભ થશે મળશે. આ નૃત્ય આરાધના થકી શ્રી સોમનાથ મહાદેવ સાથે ભારતીય ભવ્ય સંસ્કૃતિના દર્શનનો લાભ લેવા સોમનાથ શ્રદ્ધાળુઓને આમંત્રિત કરે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)