શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ પંચમી નિમિત્તે નાગ દર્શન શ્રૃંગાર.

સોમનાથ

શ્રાવણ શુક્લ પંચમી,શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પંચમી એટલેકે નાગપંચમી પર નાગદર્શન શણગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર નાગરાજ વાસુકીનું ચિત્ર તૈયાર કરીને નાગ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. આ સાથે નાગરાજની 2 પ્રતિકૃતિને પણ સોમનાથ મહાદેવના શૃંગારમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું.

શિવલિંગ પર નાગરાજ ની પ્રતિકૃતિ બનાવી,100 કિલો જેટલા પુષ્પોથી મહાદેવનો શ્રૃંગાર દર્શન

શ્રાવણ મહિનો ભગવાન શિવને અર્પિત છે એજ રીતે શ્રાવણ મહિનાની પંચમી નાગ દેવતાની આરાધન માટે શ્રેષ્ઠ ગણાય છે. નાગરાજ વાસુકીએ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને મહાદેવની ભક્તિ કરી હતી અને તેનાથી પ્રસન્ન થઈને શિવજીએ નાગરાજ ને પોતાના અનન્ય ભકત તરીકે પોતાના ગળામાં ધારણ કર્યા હતા. શિવલિંગ સાથે નાગદર્શનથી ભક્તના પાપ નષ્ટ થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.ત્યારે આજે સોમનાથ મહાદેવની સાથે તેમના પ્રિય આભૂષણ નાગરાજ ના દર્શન કરી ભાવિકો ધન્ય થયા હતા.

અહેવાલ – દીપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)