શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા તા. 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2025 દરમિયાન ત્રણ દિવસીય **“એડવાન્સ ઇંગલિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન વર્કશોપ”**નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં યુનિવર્સિટીના ૮૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સંસ્કૃત પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં પછાત ન રહે, તેમજ તેઓ અંગ્રેજી સારી રીતે લખી, બોલી અને વાંચી શકે તે હેતુસર યુનિવર્સિટી છેલ્લા ચાર વર્ષથી સતત આ કાર્યશાળાનું આયોજન કરી રહી છે.
2025 ની કાર્યશાળાની વિશેષતાઓ:
એડવાન્સ ગ્રામરના મુખ્ય મુદ્દાઓ જેવી કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, કમ્પાઉન્ડ-કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ, રિપોર્ટેડ સ્પીચ, એક્ટિવ-પેસિવ વોઇસ, સબ્જેક્ટ-વર્બ એગ્રીમેન્ટ વગેરે પર ઊંડાણપૂર્વક અભ્યાસ.
રચનાત્મક લેખન કૌશલ્ય માટે લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, અને એપ્લિકેશન રાઇટિંગ જેવા વિષયોનો સમાવેશ.
કુલ સાત ટીચિંગ સેશન્સ (14 કલાક) દરમિયાન વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન.
પ્રમુખ રિસોર્સ પર્સન્સ:
ડો. નિલેશે જોશી, ડો. સંજય ભૂત, ડો. યોગેશ રમાણી, ડો. રૂપા ડાંગર, ઉર્મિલા પરમાર જેવા અનુભવી શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને પ્રાયોગિક અને સિદ્ધાંત આધારિત જ્ઞાન પૂરું પાડ્યું.
સમગ્ર કાર્યશાળાનું સંયોજન અને સંચાલન ડો. ભગવતી ડાભી, આસિસ્ટન્ટ પ્રોફેસર (અંગ્રેજી) દ્વારા કરવામાં આવ્યું.
આ આયોજન કુલપતિ પ્રોફેસર સુકાન્ત કુમાર સેનાપતિ, કુલસચિવ ડો. મહેશકુમાર મેત્રા, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝા અને યુનિવર્સિટી સંચાલિત કોલેજના આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ