શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે તમામ વહીવટી હિસાબ માટે એકદિવસીય તાલીમ યોજાઇ.

શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા તા.૨૨-૦૪-૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના તમામ વહીવટી સ્ટાફ માટે એક દિવસીય તાલીમનું આયોજન થયું. આ તાલીમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલ તથા મુખ્ય વક્તા તરીકે અત્રેના મુખ્ય હિસાબી અધિકારી હર્ષદકુમાર પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત અત્રેની યુનિવર્સિટી સંચાલિત કોલેજના આચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા અને અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો.વિનોદ કુમાર ઝા સહિત અત્રેની યુનિવર્સિટીના તમામ વિભાગોના વડાઓ અને વહીવટી સ્ટાફ મળી કુલ-૩૦ જેટલા લોકોએ ખૂબ ઉત્સાહથી તાલીમમાં ભાગ લીધો હતો. આ તાલીમમાં સૌપ્રથમ તાલીમના અધ્યક્ષ અને કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલે પ્રાસ્તાવિક ઉદ્બોધન કર્યું.

ત્યારબાદ મુખ્ય વક્તા હર્ષદકુમાર પરમાર દ્વારા કચેરી કામગીરી, ગુજરાત સરકારના નાણાંકીય નિયમો, બજેટ, ખરીદ પદ્ધતિ અને GeM પોર્ટલ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમનું સત્ર-સંચાલન અત્રેના સંશોધન અધિકારી ડૉ.કાર્તિક પંડ્યાએ કર્યું હતું.

અહેવાલ :- પ્રકાશ કારાણી (વેરાવળ)