શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં પીએચ.ડી. અભ્યાસક્રમ માટે આવશ્યક ભાષાદક્ષતા કસોટી-૨૦૨૫નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કસોટી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ સંશોધન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિની પ્રેરણા અને શોધનિર્દેશક ડૉ. પંકજકુમાર રાવલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા યોજાઈ હતી.
પરીક્ષા તારીખ 27 જુલાઈ 2025 ના રોજ બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી યોજાઈ હતી. લેખિત કસોટી માટે પાતંજલ યોગભવનના રૂમ નં. 108માં વિધિવત વ્યવસ્થા કરવામાં આવી હતી.
Ph.D. પ્રવેશ માટે દેશમાં વિવિધ રાજ્યોમાંથી આશરે 65 ઉમેદવારો દ્વારા અરજીઓ પ્રાપ્ત થઈ હતી.
જેમાંમાંથી કુલ 52 ઉમેદવારોએ ભાષાદક્ષતા કસોટી-૨૦૨૫માં હાજરી આપી હતી, જે સંસ્થાની પ્રતિષ્ઠાને અનુરૂપ ઉત્તમ રીતે સંચાલિત કરવામાં આવી હતી.
પરીક્ષા આયોજનમાં કેન્દ્ર સંયોજક તરીકે સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યાએ જવાબદારી ભરી હતી.
બ્લોક સુપર્વાઈઝર તરીકે ઋત્વિક જાની અને અવિરત ગોહિલે કામગીરી સંભાળી હતી, જ્યારે સહાયક તરીકે રાહુલ ત્રિવેદી હાજર રહ્યા હતા. બધાના સહયોગથી સમગ્ર કસોટી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી.
આ કસોટી દ્વારા પીએચ.ડી. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લાયક ઉમેદવારોની પસંદગી માટે એક મજબૂત પદ્ધતિ રૂપે અસરકારક પરીક્ષા સંચાલિત થઈ.
યુનિવર્સિટીના સંશોધન વિભાગના પ્રયાસોને કારણે સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુણવત્તાવાળી પ્રવૃત્તિનો આઉટપુટ નોંધાઈ રહ્યો છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ