શ્રી સ્વામિનારાયણ મંદિર ઝાંઝરડા રોડ, જૂનાગઢ આયોજીત ભવ્ય શાકોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ વંથલી ગુરૂકુળ સંચાલિત ઝાંઝરડા રોડ, જૂનાગઢ દ્વારા આયોજિત તા.૧૨/૧/૨૦૨૫ ના રોજ સાંજે ૫.૩૦ કલાક થી ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આ સમયે સખત ઠંડી હોવા છતાં શ્રધ્ધાળુ ભાવિકો, હરિભક્તો ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ‌શાત ચિતે ધર્મ સભાનો લાભ લીધો હતો.

જેમાં પ.પૂ. ગુરુવર્ય દેવપ્રસાદદાસજી સ્વામી – વંથલી ગુરુકુળ,પ.પૂ. શ્રી ભગવતસ્વામી -ઝાંઝરડા રોડ મંદિર,પ.પૂ. કો. ભક્તિસ્વામી – ઝાંઝરડા રોડ મંદિર,પ.પૂ. શા. વ્રજવલ્લભસ્વામી – રાજકોટ ઉદયનગર મંદિર, પ.પૂ. કો. પ્રેમ સ્વરૂપસ્વામી – વંથલી ગુરુકુળ તથા અન્ય સંત મંડળ ના સંતો વગેરે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા વર્ણવ્યો હતો, તથા સનાતન હિન્દુ ધર્મ નું આચરણ કરવા સંતો એ બોધ આપ્યો હતો, અને આરતી બાદ સૌએ શાકોત્સવનો ભોજન પ્રસાદ ગ્રહણ કરી બધા છુટા પડ્યા હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)