જુનાગઢ:
પતિનાં ત્રાસથી બે મહિનાથી પિતાને ઘરે રહેતી મહિલાનું સમાધાન કરાવતી કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન ટીમ.
જૂનાગઢના કેશોદ તાલુકામાં સાસરે રહેતા એક પરિવારની વહુને સાસુ અને પતિ દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. આજ રોજ મહિલાને પતિ સાથે સમાધાન કરી જવા માંગતા હોય તેથી મહિલાએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનમા ફોન કરી મદદ માંગી હતી. કેશોદ ૧૮૧ અભયમ્ ને કોલ મળતા જ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.
મહિલા ઓ પર થતા અત્યાચાર બાબતે 181સતત પ્રયત્ન શીલ…
મહિલાનું કાઉન્સેલિગ કરતા જાણવા મળ્યું કે, મહિલાને સાસુ અને પતિ કામ બાબતે વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. અને પતિ નશાકારક દ્રવ્યોનુ સેવન કરતા હોવાથી સમાજના આગેવાનો દ્વારા સમજવા તૈયાર ન હોય તેથી મહિલા બે મહિનાથી પિતાનાં ઘરે રહેતી હતી. ૧૮૧ કાઉન્સેલર ડાયબેન માવદીયા દ્વારા સાસુ અને પતિને કાયદાકીય માહિતી આપી નશાકારક દ્રવ્યોનુ સેવન શરીર અને પરીવાર માટે હાનિકારક અસરો કરતું હોય તેથી નશાકારક દ્રવ્યોનુ સેવન ના કરવાની સલાહ આપી હતી.
લાખો લોકો ના ઘરો દારૂ ના સેવન થી વિખાઈ રહ્યા છે પરંતુ દારૂ પીનાર ને સમજાવે કોણ…
બને પક્ષોના ભવિષ્ય અંગે વધુ સક્ષમ બનવા સમજણ આપી હતી. ત્યારે સાસુ અને પતિ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપે. તેવી બાંહેધરી સાથે સમાધાન કરી સુખદ જીવનની શરૂઆત કરવા સહમત થયા હતા, આમ કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા વધુ એક પરિવારના સમસ્યાઓનું નિવારણ કરી પતિ પત્નીના પરિવારને જોડીને સરાહનીય કામગીરી કરી હતી.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)