સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ની જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીલેશભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ જૂનાગઢ ના ચિતાખના ચોક નજીક આવેલ વૃદ્ધાશ્રમ ની મુલાકાત લીધી હતી અને ત્યાં રહેલા લોકો ને નાસ્તો અને આઈસ્ક્રીમ નું વિતરણ કર્યું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેમાં જૂનાગઢ જિલ્લા સેક્રેટરી ક્રિષ્ન ચોકસી જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની સુરેશભાઈ ધોળકિયા હર્ષ ધોળકિયા મયુર લાલદિયા નંદનભાઈ ધોળકિયા તેમજ મહિલા ટીમ ના સીમાબેન મકવાણા નયનાબેન કોટડીયા નિધિબેન શુક્લા સહિત તમામ હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ કાર્ય ને ગુજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ પાર્થ પંડ્યા દ્વારા બિરદાવવામાં આવ્યું હતું અને હજુ પણ ટીમ દ્વારા આગળ સેવાકીય પ્રવૃતિઓ અને છેવાડા ના માનવી ના હિત માટે કામો કરતાં રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
અહેવાલ : જગદીશ યાદવ-જૂનાગઢ