સંસ્કૃતિ સ્કૂલમાં “બાળ માનસ – સ્વસ્થ મન, ઉજવળ ભવિષ્ય” કાર્યક્રમનું આયોજન.

સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે “બાળ માનસ – સ્વસ્થ મન, ઉજવળ ભવિષ્ય” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભાવનગર સર્ટી હોસ્પિટલના જાણીતા મનોચિકિત્સક અને સાઇકિયાટ્રિક ડો. માનસંગભાઈ ડોડીયા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા અને શાળાનાં વિદ્યાર્થીઓને જીવન જીવવામાં ઉપયોગી મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.

🧠 કાર્યક્રમની વિશેષતાઓ:

  • શાળામાં વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થ અને સલામતી પર ભાર મુકવામાં આવ્યો.

  • જીલ્લા કલેક્ટરશ્રીની સૂચનાઓ મુજબ શાળાના કડક નિયમો અમલમાં મુકાયા છે, જેમ કે:

    • વર્ગખંડમાં પ્રવેશ પહેલા બેગ ચકાસણી.

    • મોબાઇલ, સ્ટીલની સ્કેલ, કટર અને અન્ય તીખા સાધનો લાવવાનું મનાઈ.

    • ગેરપ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ દ્વારા નોટિસ.

  • વિદ્યાર્થીઓને મનના પ્રશ્નો શિક્ષક અથવા માતા-પિતા સાથે ખુલ્લા મનથી વાત કરવાનું પ્રોત્સાહન.

  • ડિપ્રેશન, તણાવ, ચિંતા અને નકારાત્મક વિચારો નિવારવા માટે માર્ગદર્શન.

  • ગૂડ ટચ અને બેડ ટચ અંગે જાગૃતિ.

  • ટેલી માનસ હેલ્પલાઈન (14416) વિશે માહિતી.

👥 ઉપસ્થિત મહેમાન:

  • ડો. વિજય કામળીયા, ડો. પুজાબા ગોહિલ, શ્રી દિપકભાઈ નાથાણી

  • અર્બન હેલ્થ ટીમ – શિહોર

  • શાળાના સંચાલક/ટ્રસ્ટી પી.કે. મોરડીયા સાહેબ

  • શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ સહયોગ

🎯 હેતુ

વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં માનસિક અવરોધને દૂર કરવા, સહકાર અને સમજણ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવવા, અને તેમના ભાવિ માટે ઉજવળ મન ઊભું કરવું.


📌 અહેવાલ : સતાર મેતર, સિહોર