જૂનાગઢસક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ તથા વન વિભાગ ગુજરાત રાજ્ય માટે પણ ગૌરવ ની વાત છે. “રાધે કૃષ્ણ ટેમ્પલ એલીફંટ વેલ્ફેર ટ્રસ્ટ,જામનગર” તરફથી એક જોડ આફ્રીકન પ્લેન ઝેબ્રા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે મેળવવામાં આવેલ છે.
આફ્રીકન પ્લેન ઝેબ્રા એ આફ્રીકા ઉપખંડ માં “બોત્સ્વાના” માં જોવા મળે છે. તે તેમના કુળનાં અન્ય “ગ્રીવ્સ ઝેબ્રા” થી નાના અને “માઉંટેન ઝેબ્રા” થી મોટા કદ ના હોય છે. પ્લેન ઝેબ્રા ની લાક્ષણીકતાઓ માં મુખ્ય શરીર પર સપ્ટ ઓળખી શકાય તેવા સફેદ કાળા પટ્ટા હોય છે. ગરદન પર ટુંકા અને ઉભા વાળ હોય છે, ઘટ્ટ ગુચ્છાદાર પુંછડી, ટુંકા અને મજબૂત પગ, ૫૦ થી ૫૫ સે.મી. ઉંચાઈ, ૮૫ થી ૯૭ સે.મી. નાક થી પુંઠ અને ૧૮ થી ૨૨ સે.મી. પુંછડી ની લંબાઈ અને નર નું વજન ૨૧૦ થી ૩૨૨ કિ.ગ્રા. અને માદાનું વજન ૧૭૫ થી ૨૫૦ કિ.ગ્રા. વિગેરે છે. પ્લેન ઝેબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓ ના મોટા ઝુંડ સાથે રહેવાનું પસંદ કરે છે. તથા આહાર માં આફ્રીકન ટુંકા ઘાંસ પર નિર્ભર રહે છે. આ સિવાય અન્ય વનસ્પતિ પણ દુષ્કાળ સમયે ઉપયોગ માં લે છે.
આ નવા આવનાર મહેમાનો ને સેંટ્રાલ ઝુ ઓથોરીટી દ્વારા નિયત સમય માટે ક્વોરંટાઈન ફેસેલીટી માં રાખવાનો નો સમય પૂર્ણ થયા બાદથી મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવેલ છે. આમ પ્રવાસીઓ માટે આફ્રીકન પ્લેન ઝેબ્રા ની જોડી એ એક અનોખું આકર્ષણ નું સર્જન કરશે. એમ શ્રી. અક્ષય જોશી, નિયામકશ્રી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ દ્વારા જણાવેલ હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)