સચિનમાં આવેલી સેન્ટ જોસેફ શાળામાં ફાયર સેફટી નહીં રહેતા સીલ કરાયું 

સચિનમાં આવેલી સેન્ટ જોસેફ શાળામાં ફાયર સેફટી નહીં રહેતા સીલ કરાયું

સુરત :

 

રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે સુરત ફાયર વિભાગ કુમ્ભકર્ણની નિંદ્રામાંથી જાગી છે અને ટ્યુશન ક્લાસીસ સ્કૂલમાં ફાયર સેફટી વગર ચાલી રહેલા સામે લાલ આંખ કરી છે. સુરત ફાયર વિભાગ દ્વારા સતત ચોથા દિવસે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોમ્પ્લેક્સ, હોટેલ, જિમ બાદ શાળાને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે બીજી તરફ સુરત શહેરના છેવાડે આવેલી સચિન વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્થિત સેન્ટ જોસેફ શાળામાં ફાયર સેફટી નહીં રહેતા સીલ કરાયું હતું.

ગત મઁગળવારે સુરત ફાયર વિભાગ દ્વારા શાળામાં યોગ્ય ફાયરના સાધનો ન મળી આવતા કાર્યવાહી કરાઈ હતી. હાલ જે રીતે રાજકોટ અગ્નિકાંડમાં 30 જેટલાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા ત્યાર બાદથી રાજ્યની મનપાની ફાયર વિભાગ જાગી હતી અને જીવના જોખમે ચાલતી અનેક ક્લાસીસ અને શાળા જેની પાસે ફાયર સાધનો નથી તેની સામે કાર્યવાહી કરી હતી અને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)