સચિનમાં મિત્રએ મિત્રની પત્નીને ઘરમાં બોલાવતા મિત્રની કરાઈ હત્યા.

સુરત :

સુરત શહેરમાં અવાર નવાર હત્યાઓની ઘટના સતત વધી રહી છે.ત્યારે સુરત શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી જેમાં સચિન પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી હત્યાનો ગુનો ડિટેક્ટ કર્યો હતો.

સચિન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે સચિન વિસ્તારમાં આવેલા શીલાલેખ સોસાયટીમાં આવેલા એ વિંગના 202માં રહેતા 39 વર્ષીય રવિન્દ્ર સંતોષ પાટીલને માથામાં મારી હત્યા નીપજવી હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીની શોધખોર શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સીંસના આધારે હત્યા કરનાર 41 વર્ષીય આરોપી જીતેન્દ્ર કૈલાસ રાણેની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો

આરોપી સાથે પૂછ પરજ કરતા જીતેન્દ્રએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મૃતક અને જીતેન્દ્ર બંને મિત્ર છે. મૃતક આરોપીની પત્ની અન્ય કોઈ સાથે સંબંધ બનાવા ગઈ હતી જેની મૃતકને જાણ થતાં તેને પણ આરોપીની મહિલાને પોતાના ઘરે બોલાવી હતી જે માહિતી આરોપીને પડતા જ આરોપીએ મૃતકના માથા પર નાનો ગેસનો બાટલો મારી દેતા હત્યા કરી નાખી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)