સચિનમાં લોકોને મળશે મનપાનું મીઠા પાણી
સુરત :
સુરત શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારના લોકોને આખરે મીઠા પાણી પીવા માટે મળશે સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાયલ બેસ પર મીઠા પાણી આપવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે સચિન વોર્ડ નંબર 30માં સમાવિષ્ટ કનકપુર વિસ્તારમાં અત્યાર સુધી મીઠા પાણીની સુવિધા નહીં હતી. ગ્રામ પંચાયતમાંથી સુરત મહાનગરપાલિકામાં સચિન વિસ્તારનો સમાવેશ થયા બાદ મનપા દ્વારા ટ્રાયલ બેસ પર મીઠા પાણીનું કનેકશન શરૂ કર્યું છે જે આગામી દિવસોમાં સંપૂર્ણ સફળ થયા બાદ અન્ય જે સચિનના વિસ્તારો છે ત્યાં પણ મીઠા પાણીનું કનેક્શન આપી પાણી ઘર ઘર સુધી પહોંચાડવા આવશે.
સચિન વિસ્તાર શહેરનો છેવાડે હોવાથી અને ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર હોવાથી અહીં મોટી સંખ્યામાં મજુર વર્ગ રહે છે આ મજુર વર્ગ અને તેમના પરિવાર માટે મીઠા પાણી ખુબ લાભ દાયક રહેશે.
અહેવાલ :- અશ્વીન પાંડે (સુરત)