સુરત :
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરત શહેરની તમામ પોલીસ સ્ટેશન દ્વારા એક વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અભિયાન અંતર્ગત સચિન જીઆઇડીસી પોલીસે ઓડિશાવાસી વ્યક્તિને ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સેંધાભાઈ ચૌધરીને અંગત માહિતી મળી હતી જેના આધારે સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સચિન તલંગપુર રોડ પર આવેલા કોશલ પાર્ક સોસાયટી વિભાગ એકમાં પ્લોટ નંબર 14 અને 15માં ગાંજા હોવાની મહિતી મળી હતી જેના આધારે તપાસ કરતા 21 વર્ષીય વિકાસ કિશોર ગોડા પાસેથી 05.870 કિલો ગ્રામ ગાંજો જેની કિંમત આશરે 58 હજાર મળી 63 હજારનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)