સુરત :
સુરત શહેરમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સુરત શહેર પોલીસ સતત નાઈટ પેટ્રોલિંગ નાઈટ કોમ્બિંગ કરતી હોય છે ત્યારે શહેરના અધોગિક છેત્રમાં આવેલી સચિન જી.આઇ.ડી.સી પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરવામાં આવી હતી જેમાં હિસ્ટ્રી ચિટરો સામે કાર્યવાહી સહીત વાહન ચેકીંગ અને દંડની કાર્યવાહી કરી હતી. સચિન જી.આઈ.ડી.સી પોલીસ દ્વારા 4200નું દંડ વસુલ કરી ટ્રાફિક નિયમનો પાલન કરવા લોકોને અપીલ કરી હતી.
નાઈટ કોમ્બિંગ દરમ્યાન 63 જેટલાં વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું
સચિન જી.આઈ.ડી.સી અધોગિક છેત્રમાં આવે છે, અહીં મોટી સંખ્યામાં પર પ્રાંતિયો રહે છે શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી નાઈટ કોમ્બિંગ કરવામાં આવી હતી જેમાં બ્લેક ફ્રેમ, નમ્બર પ્લેટ વગરની ગાડીઓનું સ્થળ ચેકીંગ કરી દંડની કાર્યવાહી કરી હતી આ કોમ્બિંગમાં 50થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)