સચિન – પલસાણા ટોલનાકા પર નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું પાલન કરાવવા SGCCIની NHAIના પ્રોજેકટ ડિરેકટરને રજૂઆત.

સુરતઃ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડિરેકટરને સુરત જિલ્લાના હાઇવે પર વાહનચાલકો પાસેથી ટોલનાકા પર વસૂલવામાં આવતા રૂપિયા સંદર્ભે નિયમોનું પાલન કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના provision of section 9.3A of the Rule – 11 of the national highways fee (Determination of rates and collection) Rules, 2008 મુજબ જે તે જિલ્લાના આરટીઓ પાર્સિંગવાળા વ્હીકલને સંબંધિત જિલ્લાના ટોલનાકા પર ફીમાં પ૦ ટકા રાહત આપવામાં આવે તેવો કેન્દ્ર સરકારનો નિયમ છે.

સુરત પાર્સિંગ (GJ 05) ની ગાડી હોય અને તે સુરત જિલ્લામાં આવેલા હાઇવેના ટોલનાકા પરથી પસાર થાય ત્યારે વાહનચાલકે ટોલની માત્ર પ૦ ટકા જ ફી ચૂકવવાની હોય છે, પરંતુ સચિન – પલસાણા હાઇવે પરના ટોલનાકા પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી છે. ફાસ્ટેગ ધરાવનાર વાહનચાલકો ટોલનાકાથી પસાર થયા બાદ ફાસ્ટેગમાંથી ૧૦૦ ટકા ફી કપાઇ જતી હોવાની બાબત ધ્યાને આવી છે, આથી નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું સચિન – પલસાણા હાઇવે પરના ટોલનાકા પર પાલન કરાવવા માટે ચેમ્બર દ્વારા NHAIના પ્રોજેકટ ડિરેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)