સચિન પોલીસે 10.39 લાખ રૂપિયાનું દારૂ ભરેલી આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો

સુરત શહેરના છેવાડે આવેલા સચીન પોલીસે મોહિણી ગામમાં આવેલા એક મકાનના વાડામાં મુકેલા આઈસર ટેમ્પોમાંથી 10.39 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી કુલ 22.74 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. તથા દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

આઈસર ટેમ્પોમાં 10.39 લાખના દારૂ સાથે 9 ની ધરપકડ કરાઈ

સચીન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે સચીન મોહિણી ગામ, પટેલ ફળીયુ, જયેશભાઇ ભગુભાઇ પટેલના ઘરના પાછળ વાડામાં પડેલા આઇસર ટેમ્પામાંથી પોલીસે દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂની હેરાફેરી કરતા આરોપીઓ સુરેશભાઇ રામબ્રિજ ખારવર, નયમેશભાઇ ભરતભાઇ પટેલ, સંજયકુમાર નવીનભાઇ પટેલ, સ્નેહલ ઉર્ફે જીનો અશોકભાઇ પટેલ, પરેશભાઇ ઇશ્વરભાઇ પટેલ, હિતેશભાઇ નટુભાઇ પટેલ, છીતુભાઇ સુખાભાઇ પટેલ, નિલેષભાઇ મુરલીધર ચૌધરી અને જયેશભાઇ ભગુભાઇ પટેલને પકડી પાડ્યા હતા.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)