સુરત :
સુરત શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં સચિન પબ્લિક શાળામાં સુરત શહેર પોલીસ દ્વારા ગુડ ટચ બેડ ટચ અંગે શાળાના વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા મોટી સંખ્યામાં સચિન વિસ્તારના શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ગુડ ટચ બેડ ટચ અંગે જાગૃત કર્યા હતા.ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વિમેન ક્રાઇમ બ્રાન્ચ સુરત સચિન પોલીસ અને સુડા વેપારી મંડળ દ્વારા ગુડ ટચ બેડ ટચ અંગે માહિતી આપી હતી. સુરત શહેરમાં નાના બાળક અને બાળકીઓ સાથે છેડતી દુષ્કર્મ જેવી ઘટના રોકવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગુડ ટચ બેડ ટચ અંગે સેમિનારનું આયોજન કરે છે જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળક બાળકીઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે અને હવસખોરોથી દૂર રહે તે અંગે માહિતી આપી માર્ગદર્શન આપતાં હોય છે.
ત્યારે સુરત શહેરના સચિન વિસ્તારમાં પણ આ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકોને સચિન પબ્લિક શાળામાં બોલાવી ગુડ ટચ બેડ ટચ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)