સચીન પોલીસની ઝડપી કામગીરી: ખનુના ગનામાં સંડોવાયેલા બે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા

સુરત:
સુરત શહેરના સચીન વિસ્તારમાં ખનુના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સુરત શહેરની સચીન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે તા. ૨૩/૦૬/૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૧૧:૦૦ વાગ્યે ફરીયાદી રવિન્દ્ર ઉર્ફે સબુશ શીરશાટ અને તેમના સાથી પવન રાધેશ્યામ ચૌહાણ સચીન દુર્ઘટના ટાવરથી આઇસોલેશન રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે સફેદ કલરની ફોર વ્હીલ કાર (GJ-05-RT-6715)માં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના માર્ગમાં વાહન અટકાવ્યું. આરોપીઓએ ફરીયાદીને અને પવન ચૌહાણને ગંભીર રીતે ધમકી આપી અને કાર સાથે ટક્કર મારી ભાગ્યા હતા.

આ હુમલામાં પવન ચૌહાણનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ફરીયાદી ઈજાગ્રસ્ત થયા હતા. સચીન પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના માનનીય પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ અને સચીન પોલીસે તકેદારીપૂર્વક ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધાર પર આરોપી અનીલ ઉર્ફે કોમડી અશોક સપકાળે (રહે. ગોડાદરા) અને હકશન ઉર્ફે હદલિપ રાજુભાઈ રાઠોડ (રહે. કડોદરા)ને તેમની વાપરેલી કાર તથા હથિયારો સાથે ઝડપી પાડ્યા છે.

અનીલ ઉર્ફે કોમડી પર પૂર્વે પણ અનેક ગુના નોંધાયેલ છે જેમ કે મારામારી, દારૂના કેસ, લૂંટ, બળાત્કારના પ્રયાસ સહિત કુલ ૧૫ જેટલા ગુના નોંધાયેલ છે. હકશન ઉર્ફે હદલિપ પણ અગાઉ દારૂના કેસ, હથિયાર કેસ અને જાહેર નામા ઉલ્લંઘનના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. વાઘેલા, પો.સબ.ઇન્‍સ. શ્રી એન.ડી. ડામોર, એ.એસ.આઇ. ઇન્દ્રજીતસિંહ, સહિત સચીન પોલીસ સ્ટેશનના બહાદુર સ્ટાફે મહત્વની ભૂમિકા નિભવી હતી.

આ કામગીરી માટે સુરત શહેર પોલીસ દ્વારા તમામ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી રહી છે.

અહેવાલ: બ્યુરો રિપોર્ટ