સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા પ્લાસવા ગામમાં અસરગ્રસ્ત વિસ્તાર માં રાશનકીટ નું વિતરણ કરાયું.

જૂનાગઢ

સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ હંમેશા અસરગ્રસ્તોની વારે રહ્યું છે તે રીતે પ્લાસવા ગામમાં નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા તેમજ છેલ્લા 10દિવસ થી કોઈ રોજગારી કામ ન હોવાથી જરૂરી રાશન કીટ આપવા માટે પ્લાસવા સોમનાથ મંદિર ના મહંતશ્રી શિવગીરી બાપુ દ્વારા સત્યમ સેવા યુવક મંડળ ને રજુઆત કરતા પ્લાસવા ગામના જરૂરિયાતમંદ વાદી પરિવાર ના 70 પરિવાર ને જીવન જરૂરિયાત તેલ, ખીચડી, ગોળ, લોટ,બિસ્કિટ તેમજ વસ્ત્ર જેવી જરૂરિયાત ની ચીજ વસ્તુઓ દાતાશ્રી શારદાબેન પરસાણા દ્વારા આપવામાં આવી હતી આ રાશન કીટના વિતરણ સમયે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઇ વાજા, શાંતાબેન બેસ અલ્પેશભાઈ પરમાર તેમજ પ્રવીણભાઈ જોષી, ચંપકભાઈ જેઠવા મનોજભાઈ સાવલિયા, દયાબેન માણેક કમલેશભાઈ ટાંક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)