જૂનાગઢઃ
જૂનાગઢ ના સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અંબિકા ચોક ખાતે આવેલ સુશીલાબેન છોટાલાલ શાહ હોલ ખાતે જરૂરિયાતમંદ દલિત સમાજ ની દીકરી કુ.આશા રમેશભાઈ રાઠોડ ના ૮૧ માં એટીએમ લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા.
જેમાં સંસ્થા દ્વારા ૫૧ જેટલી ચીજવસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવેલ.
જૂનાગઢ ના આંગણે ખૂબ જ ધામધૂમથી આ લગ્ન પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ,દિપકભાઇ રૂપારેલ, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, સરોજબેન જોશી, દયાબેન માણેક, કેતનભાઇ નાંઢા, મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાંક વિગેરે સેવાભાવીઓ એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- જગદીશ યાદવ (જુનાગઢ)