સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ

જૂનાગઢની જાણીતિ સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તારીખ 5-6-2024 ને બુધવાર થી સાંજના 6 થી 8 દરમિયાન સત્યમ સેવા યુવક મંડળ ના હોલમાં, અંબિકા ચોક, જૂનાગઢ ખાતે જ્યાં સુધી ચોપડા નો સ્ટોક હશે ત્યાં સુધી રાહત દરે વિતરણ કરવામાં આવશે.
સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

અહેવાલ -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)