જૂનાગઢ
રાજકોટની જુદી જુદી સંસ્થાઓના તરછોડાયેલા, માનસિક ક્ષતિવાળા ૨૦૦ જેટલા ભિક્ષુક વૃધ્ધો, અનાથ બાળકો અને દિવ્યાંગો ને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન- યાત્રા અર્થે લાવી રાજકોટના સેવાભાવી અહેસાન બી ચૌહાણ કે જે મુસ્લિમ હોવા છતાં આ પ્રકારે સેવા કરે છે .
માનવસેવા એ જ પ્રભુ સેવા માં માનનારા આ શિવ ભક્ત આ પ્રકારે છેલ્લા ૨૦ વર્ષથી બાળકો અને વૃદ્ધોને સોમનાથ દાદાના દર્શન કરાવી પુણ્યનું ભાથુ બાંધે છે. તેઓ તા.૫/૮/૨૪ ના રોજ સોમનાથ થી પરત જુનાગઢ આવતા રેલ્વે સ્ટેશન પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ બધા માટે ભોજનમાં પાંઉભાજી, પેટીસ, પુલાવ, ચેવડો, વેફર, છાશ, પાણી વિગેરે ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
આ માનવતા યુક્ત કાર્યમાં દાતા તરીકે મનીષભાઈ લોઢીયા, મોનિકાબેન અનિલભાઈ ટીલવાણી, તથા મનોજભાઈ જોબનપુત્રા નો સહયોગ મળેલો હતો.
આ પ્રસંગે જુનાગઢ રેલ્વે સ્ટેશન માસ્ટરશ્રી પ્રફુલભાઈ ભટ્ટ તથા સ્ટાફ મિત્રોનો સહયોગ મળેલ હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા,નાગભાઈ વાળા, અલ્પેશભાઈ પરમાર, મનહરસિંહ ઝાલા, કે કે ગોંસાઈ, વર્ષાબેન બોરીચાંગર, ચંપકભાઈ જેઠવા, રણછોડભાઈ ગોડફાડ, કે એસ પરમાર, ખીમાભાઈ ડાભી, પ્રવીણભાઈ જોશી, હસમુખભાઇ ત્રિવેદી, હસુભાઈ જોશી, મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાંક, દયાબેન માણેક, સરોજબેન જોશી, પારુલબેન, હેમાબેન આહુજા, ખુશીબેન ખીમચંદાણી, હિતેશ ટીલવાણી તેમજ કલ્પેશ ટીલવાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)