સત્સાહિત્ય સેવા કેન્દ્રનો જૂનાગઢમાં શુભારંભ.
જૂનાગઢમાં અખાત્રીજના દિવસે સામાજિક સેવાના અભિગમ સાથે ખાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ ખાતે ૧૦મી મે ને અખાત્રીજના દિવસે પુનિત શોપિંગ સેન્ટર રાણાવાવ ચોક, જુનાગઢ ખાતે આસારામ બાપુ અને શ્રી યોગ વેદાંત સેવા સમિતિ ના આયોજન નીચે એક સામાજિક સેવાના અભિગમ સાથે ખાસ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ગુજરાત સંત સમિતિના સંતો મહંતો, એડવોકેટો તેમજ વિશેષ મહાનુભાવોની હાજરી સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે દીપ પ્રાગટ્ય બાદ રાણાવાવ ચોક ના રોડ પર બપોરના ધોમધક્તા તડકામાં સેવાધારીઓ દ્વારા લોકોને નિઃશુલ્ક આર્યુવેદિક શરબત વિતરણ તેમજ ગરીબોમાં ભંડારો કરવામાં આવ્યો હતો અને ભોજન પ્રસાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
*શ્રી યોગ વેદાંત સેવા સમિતિ અને રાષ્ટ્ર વંદના મંચ, જુનાગઢ જિલ્લાના અધ્યક્ષશ્રી રામભાઈ ભુતીયાની વિશેષ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે*
આર્યુવેદ એ ભારતનો આત્મા છે જ્યારે વૈદિક શાસ્ત્રો એ ભારતનું શરીર છે આ બંનેનો સમન્વય આ સત સાહિત્ય સેવા કેન્દ્રમાં કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. પ્રથમ દિવસે જ બહુવિધ લોકોએ આ કેન્દ્રની મુલાકાત લઇ ખૂબ જ અહોભાવ વ્યક્ત કર્યો હતો. આ સત સાહિત્ય કેન્દ્ર અને સેવાનો લાભ લેવા અલગ અલગ સ્થળેથી સમિતિઓ જેમકે ગોંડલ સમિતિ, રાજકોટ સમિતિ, મહિલા ઉત્થાન મંડળ રાજકોટની બહેનો, પોરબંદર સમિતિ તેમજ દૂરથી દૂરથી આવેલા ભાવિકોએ પોતાની સેવાઓ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન શ્રી રામભાઈ ભૂતિયા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. જેમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિના શ્રી વિમલભાઈ હિંગુ, ભીખુભાઈ ડાવરીયા, વિજયભાઈ હરવાણી, કિશોરભાઈ મહેતા તેમજ સેવાભાવી લોકોએ ખાસ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)