ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ડ્રી વૈશ્વિક કક્ષાએ કઇ દિશામાં વિકસિત થઇ રહી છે તે અંગેનું માર્ગદર્શન આપવા તથા સુરત સહિત ભારતભરમાંથી ટેક્ષ્ટાઇલનું એક્ષ્પોર્ટ વધે તે માટે સુરતના ઉદ્યોગકારો તથા વેપારીઓને માર્ગદર્શન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૧ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સાંજે પઃ૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ભારતનો વારસો એ જ વિશ્વનું ભવિષ્ય જેવા થીમ પર ‘ટેક્ષ્ટાઇલ લીડરશિપ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર શ્રી જે.બી. દવેએ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવી સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને ટેક્ષ્ટાઇલ ક્ષેત્રને વૈશ્વિક કક્ષાએ લઇ જવા માટે નેતૃત્વ લેવાની હાંકલ કરી હતી.આ કોન્કલેવમાં નિષ્ણાત વકતાઓ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI)ના ચેરમેન શ્રી રાકેશ મહેરા દ્વારા Outlook for the T&A Industry and Roadmap for Growth વિષે, પલ્લવા ગૃપના એકઝીકયુટીવ ડિરેકટર શ્રી દુરાઇ પલાનીસામી દ્વારા ‘Practical insights into the fibre-to-fashion journey, especially in terms of innovation and manufacturing of MMF based products’ વિષે, વઝીર એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર શ્રી પ્રશાંત અગ્રવાલ દ્વારા ‘How to Capitalise Gujarat Textile Policy’ & ‘Future of Domestic MMF Textile’ વિષે, એફ. સ્ટુડિયો ફેશન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી સુભાષ ધવન દ્વારા ‘Practical insights into textile branding, design trends, and how branding plays a crucial role in the success of fashion labels’ વિષે અને ગારમેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી પ્રેમ અગ્રવાલ દ્વારા ‘The Growth of Tirupur Export Hub’ & ‘Potential of MMF Garmenting’ વિષે સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું હતું. ભારતનો ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ દેશના કુલ જીડીપીમાં લગભગ ર ટકા અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૭ ટકા યોગદાન આપે છે.
વૈશ્વિક ટેક્ષ્ટાઇલ બજાર ૧ ટ્રિલિયન ડોલરમાંથી વધીને વર્ષ ર૦૩૦ સુધીમાં ૧.૬ ટ્રિલિયન યુએસ ડોલર થવાનો અનુમાન છે ત્યારે ભારત પાસે સસ્ટેનેબલ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સમાં અગ્રણી એક્ષ્પોર્ટર બનવાની અપાર સંભાવના છે. ગ્લોબલ એન્વાયરમેન્ટલ ગોલ્સને પહોંચી વળવા ગ્રીન ટેકનોલોજી અને સસ્ટેનેબલ પ્રેકિટસિસને પ્રોત્સાહન આપવું અતિ આવશ્યક છે અને એમાં સુરતની ભૂમિકા ઈકો–ફ્રેન્ડલી ડાઈંગ પ્રોસેસ અને ઝીરો–લિકિવડ ડિસ્ચાર્જ સિસ્ટમમાં સતત મહત્વપૂર્ણ બની રહી છે, આથી વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં બધા ઉદ્યોગકારોને ટેક્ષ્ટાઇલને વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમાંકે પહોંચાડી સૌથી વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં આગેકુચ કરવા અનુરોધ કર્યો હતો.