ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત સાતમો યુવા મહોત્સવ “અવસર–૨૦૨૫” સાંસ્કૃતિક રંગોથી છલકાયો. સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને નાટ્ય ક્ષેત્રે પોતાના હુનરનું પ્રદર્શન કર્યું. આ મહોત્સવમાં યુનિવર્સિટી અંગ્રેજી ભવનનાં વિદ્યાર્થીઓએ જનરલ ચેમ્પિયનશીપ શિલ્ડ હાંસલ કરીને યુનિ.નું ગૌરવ વધાર્યું.
વિભાગવાર વિજેતાઓ
સંગીત વિભાગ: અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ કોલેજ, ઘુસીયા (ગીર)
નૃત્ય વિભાગ: એમ.એમ. ઘોડાસરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જૂનાગઢ
સાહિત્ય, નાટ્ય, લલિતકલા અને સર્જનાત્મક વિભાગ: યુનિ. ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટ
જનરલ ચેમ્પિયનશીપ: યુનિ. ઈંગ્લીશ ભવન
સંગીત ક્ષેત્રે સફળતા
શાસ્ત્રીય કંઠ્ય, તાલવાદ્ય, સ્વરવાદ્ય, પશ્ચિમી વાદ્યસંગીત, હળવા કંઠ્ય સંગીત, સમૂહગીત, લોકગીત, ભજન તથા નરસિંહ મહેતા પદગાન જેવી સ્પર્ધાઓમાં અનેક વિદ્યાર્થીઓએ પ્રાથમિક થી તૃતીય ક્રમ સુધી સ્થાન પ્રાપ્ત કર્યું.
માણાવદર કોલેજના ભાટુ ધ્રુવ, બહાઉદીન સાયન્સ કોલેજના ગોસાઈ શૈલી જીતેન્દ્રભાઈ તથા બ્રહ્માનંદ ધામ ચાપરડા ના ગોહિલ યશભાઈએ સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરી.
નૃત્ય ક્ષેત્રે રંગત
શાસ્ત્રીય નૃત્યમાં ડી.એમ. બારડ આર્ટસ કોલેજની મયુરીબેન રામે પ્રથમ સ્થાન મેળવ્યું.
સમૂહ નૃત્યમાં ઘોડાસરા મહિલા આર્ટસ કોલેજ જુનાગઢની સુરેજા પૃષ્ટિબેન અને ગ્રુપે પ્રથમ ક્રમ મેળવ્યો.
સાહિત્ય સ્પર્ધાઓમાં પ્રતિભા
ક્વિઝ, વકૃત્વ, ડિબેટ અને કાવ્ય પઠન જેવી સ્પર્ધાઓમાં યુકેવી વાછાણી મહિલા આર્ટસ કોલેજ, પોરબંદર ગોઢાણીયા કોલેજ અને બહાઉદીન આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ કૌશલ્ય પ્રદર્શિત કર્યું.
નાટ્ય ક્ષેત્રે અભિનયનું દબદબું
એકાંકી, લઘુ નાટક, મુક અભિનય અને મીમીક્રી જેવી સ્પર્ધાઓમાં યુનિ. અંગ્રેજી ભવન અને બહાઉદીન કોલેજના વિદ્યાર્થીઓએ અગ્રસ્થાન મેળવ્યું. ખાસ કરીને અંગ્રેજી ભવનના ઇન્દ્રિષ કુરેશી અને ટીમે એકાંકીમાં પ્રથમ સ્થાન મેળવીને શ્રેષ્ઠ અભિનય કળાનું પ્રદર્શન કર્યું.
લલિત કલા અને સર્જનાત્મકતા
ચિત્રકલા, કોલાજ, કાર્ટુન, રંગોળી, મહેંદી, મોડેલિંગ અને ઇન્સ્ટોલેશન જેવા સર્જનાત્મક વિભાગોમાં વિદ્યાર્થીઓએ પોતાની કળા દર્શાવી.
અંગ્રેજી ભવનના મયુર મેહરિયા, ઘોડાસરા મહિલા કોલેજની જાડેજા રોશનીબેન અને સોલંકી ભાવિને તેમના સર્જનાત્મક કાર્ય માટે પુરસ્કૃત કરવામાં આવ્યા.
વિશેષ ઝલક
શોર્ટ ફિલ્મ વિભાગમાં યુનિ. અંગ્રેજી વિભાગના રુચિ મામતોરા અને ગ્રુપ પ્રથમ ક્રમે રહ્યા.
કલાયાત્રામાં વારોતરીયા મહિલા આર્ટસ કોલેજ, જામખંભાળિયા પ્રથમ ક્રમે વિજેતા રહી.
આયોજનની સફળતા
આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના સેકડો વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા દેખાડી. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કલા પ્રેમીઓએ સમગ્ર સ્પર્ધાનો આનંદ માણ્યો.
યુનિ.ના ઈંગ્લીશ ભવન દ્વારા જીતવામાં આવેલી જનરલ ચેમ્પિયનશીપ શિલ્ડ સમગ્ર મહોત્સવનું કેન્દ્રબિંદુ બની રહી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ