સિમાસી ગામના મુસ્લીમ અગ્રણી હુસેન ભાઈ વાકોટ ની પુત્રી તનીરા બેન એ ડોળાસા કેન્દ્રમાં ધોરણ 12 સાયન્સમાં 3 સ્થાન પ્રાપ્ત કર્યું.
સફળતાના કોઈ સીમાડા નથી હોતા અને બુદ્ધિને કદી તાળા નથી હોતા. એક સામાન્ય પરિવારમાંથી આવતી અને સિમાસી ગામ માં રહેતા સામાન્ય પરિવારની દીકરીએ ધોરણ 12 સાયન્સમાં ડોળાસા કેન્દ્રમાં 3 નબરેસ્થાન મેળવ્યું છે. કહેવાય છે કે શિક્ષણ અને આવડત કોઈપણ જ્ઞાતિ જાતિ કે ધર્મની જાગીર નથી. મુસ્લિમ પરિવાર માંથી આવતી તનિરા બેન હુસેન ભાઈ વાકોટ એ 93.89 PR સાથે ડોળાસા કેન્દ્રમાં 3 નબરેસ્થાન પ્રાપ્ત કર્યું છે ડોળાસા કેન્દ્રમાં 3 નબરેસ્થાન પ્રાપ્ત કરનાર તનીરા વાકોટ ના પિતા સામાન્ય અને મધ્યમ પરિવાર માંથી આવે છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હુસેન ભાઈ વાકોટ આખો દિવસ હીરા નાં કારખાના માં મહેનત કરી તેનું અને તેના પરિવાર નું ગુજરાન ચલાવે છે હીરા ઉદ્યોગ ચલાવનાર પિતાએ પોતાની પુત્રીને ભણાવવા માટે કોઈપણ પ્રકારની કચાસ રાખી નથી. ડોળાસા કેન્દ્રમાં ધોરણ 12 સાયન્સમાં 3 નબરેસ્થાન પ્રાપ્ત કરનાર તનીરા વાકોટ તેના પિતાની મહેનત એળે ન જાય તે માટે રાત દિવસ માત્ર ભણતરમાં જ ધ્યાન આપ્યું છે અને આજે તેને પિતાએ ધારેલી સફળતા પ્રાપ્ત કરી છે
હુસેનભાઇ વાઘોટ નો મંત્ર છે કે દીકરીઓને દહેજમાં એજ્યુકેશન આપો
હુસેન ભાઈ વાકોટ ને ચાર દીકરીઓ છે અને ચારેચાર દિકરીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર અને ખુબજ મહેનતુ છે તેમજ તનીરા વાકોટ સિવાય હુસેન ભાઈ ની 3 પુત્રીઓ તમામ વર્ગ માં પહેલા નંબર લાવી પાસ થયેલ હોય તેમજ હુસેન ભાઈ વાકોટ નું એક સપનું છે કે દીકરી ઓ ને કરિયાવર માં દહેજ નાં હોય તો ચાલશે પણ એજયુકેશન જરૂર આપવું છે એવા મંત્ર ને સાથે લઈ ને ચાલનાર હુસેન ભાઈ વાકોટ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ અને તેમની પુત્રી ને પણ ઘાંચી મુસ્લીમ સમાજ નું ગૌરવ વધાર્યું અને સીમાસી ગામ નું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
અહેવાલ :- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)