સમસ્ત હિંદુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા લગ્નોત્સવ યોજાયો હતો.

બનાસકાંઠા (અંબાજી)

સમસ્ત હિંદુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારના હિન્દુ જન જાતિ સમાજના લોકો જોડાય છે. જેમાં વર અને વધુ આ સમૂહ લગ્નમાં લગ્ન કરી પ્રભુત્વ ના પગલાં પાડે છે. આ વર્ષે શ્રી ભાદરવી પુનમિયા સેવા ટ્રસ્ટ અંબાજી પ્રેરિત આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આયોજિત હિંદુત્વ સુરજ મહારાણા પ્રતાપ ના જન્મોત્સવ અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ નો સમૂહ લગ્નોત્સવ આજે રવિવારે અંબાજી મુખમે યોજવામાં આવ્યો હતો. ત્યારે આ સમૂહ લગ્નોત્સવ મા બનાસકાંઠા જિલ્લા ના કલેક્ટર અને અંબાજી મંદિર ના વહીવટદાર સાથે રાજવીઓ અને સમાજ ના આગેવાનો દ્વારા દીપ પ્રગટાવી સમૂહ લગ્નોત્સવ ની શરૂઆત કરાઈ હતી.

સમસ્ત હિંદુ આદીવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા દર વર્ષે યોજાતો સમૂહ લગ્ન ઉત્સવ માં આ વર્ષે પણ 121 વર વધુ ના જોડાઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. સમગ્ર હિન્દુ સમાજના વડીલો આગેવાનો યુવાન ભાઈઓ બહેનો તથા સમગ્ર માતૃશક્તિની હાજરીમાં શ્રી ભાદરવી પુનમિયા સેવા ટ્રસ્ટ અંબાજી પ્રેરિત આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા આયોજિત સમસ્ત હિંદુ જનજાતિ સમાજ ના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમસ્ત હિન્દુ જન જાતિ સમાજ બનાસકાંઠા અને આજુ બાજુ ના વિસ્તારો ના સમૂહ લગ્ન ઉત્સવ આ વર્ષે પણ અંબાજી મુકામે યોજાઇ રહ્યો છે. ત્યારે આયોજન કરવા માટે તમામ તૈયારીઓ લગભગ પરિપૂર્ણ કરી દેવાઈ હતી. અને આજે સમૂહ લગ્નોત્સવ યોજાઇ રહ્યો છે. ત્યારે વિવિધ દાતાઓ શ્રી દ્વારા અલગ અલગ ઘર વખરી કામ ની વસ્તુઓ વર વધુ ને દાન કરી હતી. આજે સવારે 121 વર વધુ ના સમૂહ લગ્ન ન વરઘોડો કાઠવા મા આવ્યો હતો . જેમાં મોટી સંખ્યા મા લોકો ડીજે ના તાલે નાચતા ગાતા વરઘોડા મા જોડાયા હતા. વરઘોડા ના લીધે અંબાજી ના તમામ માર્ગો માનવ મહેરામણ થી ઉભરાઈ ગયું હતું. જેના લીધે અંબાજી મા ટ્રાફિક જામ ની સમસ્યા પણ જોવા મળી હતી. વરઘોડા અને લગ્નોત્સવ મા અંબાજી પોલીસ દ્વારા ચુસ્ત પને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું

અહેવાલ :- રાજુભાઈ જોષી (બનાસકાંઠા)