સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢ સંચાલિત વેલનેસ સેન્ટર ખાતે PCOD નાં રોગીઓ માટે એક યોગ ચિકિત્સા શિબિરનું આયોજન કરાયું

જૂનાગઢ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૪ ની ઉજવણી ના ભાગરૂપે આગામી તા. ૧૯/૬/૨૦૨૪ થી ૨૧/૦૬/૨૦૨૪ દરમિયાન સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢ સંચાલિત વેલનેસ સેન્ટર ખાતે PCOD નાં રોગીઓ માટે એક યોગ ચિકિત્સા શિબિરનું આયોજન બપોરે 03.30 થી 05.30 વાગ્યા દરમિયાન કરવામાં આવેલ છે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છનાર સર્વેને તા. ૧૮/૦૬/૨૦૨૪ સુધીમાં કામકાજનાં દિવસોમાં સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢનાં વેલનેસ સેન્ટર ખાતે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ તેમજ બપોરે ૩.૩૦ થી ૫.૩૦ દરમિયાન ઉપરોકત સરનામે નામ નોંધાવવા આયોજકો તરફથી જણાવવામાં આવેલ છે. શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)