સરકાર દ્વારા ખરીફ પાક માટે ટેકાના ભાવે રૂ. ૭૫૫૦ /- પ્રતિ ક્વી. તુવેરની ખરીદી કરાશે

ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારશ્રી દ્રારા ખરીફ પાક માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે તુવેર ખરીદીનો નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં તુવેર પાક માટે રૂ. ૭૫૫૦ /- પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે નોંધણી તા.૦૩/૦૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૫ સુધી ચાલુ રહેનાર છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેંદ્રો ખાતેથી V.C.E.. મારફતે ખેડુતોની નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે, જેમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન કરે અને વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વ્રારા અનુરોધ કરવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)