સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જૂનાગઢ ખાતે સિદ્દી બહેનોના સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું સમાપન

સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતમાં વસતા અને પોતાની અલગ ઓળખ ધરાવતા વિશેષ પ્રતિભાશાળી સિદ્દી બહેનો-ભાઈઓને એક વિશેષ તક આપવા ગુજરાત સરકાર કટીબંધ છે ત્યારે સિદ્દી બહેનો માટેના સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પ સમાપન કાર્યક્રમ આજ રોજ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, લત્તાબેન ઉપાધ્યાય, તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ખેડા, મનસુખભાઈ તાવેથીયા ની ઉપસ્થિતીમાં યોજાયો હતો.આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, લત્તાબેન ઉપાધ્યાયએ સરકારશ્રી તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગતની DLSS યોજનાના મળતા લાભો અંગે ખેલાડીઓને જાણકારી આપી હતી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળાએ રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ખેડા, મનસુખભાઈ તાવેથીયા દ્વારા ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રકક્ષા રમતો માટેની તૈયારીઓ માટેના સૂચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં જલ્પાબેન કયાડા, પ્રમુખશ્રી સિદ્દી સમાજ, જૂનાગઢ નુરમદદભાઈ, પ્રમુખશ્રી સિદ્દી સમાજ, વેરાવળ હાસમભાઈ મુસાગરા, મહિલા પ્રમુખશ્રી સિદ્દી સમાજ, હનીફાબેન મજ્ગુલ, મહિલા પ્રમુખશ્રી સિદ્દી સમાજ, માંગરોળ બિલ્કીસબેન મકવાણા, તેમજ કોચ, ટ્રેનર, પ્રોગ્રામ મેનેજર, ટેકનીકલ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. અંતે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ભૂષણ કુમાર યાદવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)