
ધારી (અમરેલી), તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫:
“જળમંદિરોના જીર્ણોધાર અને નિર્માણ એજ અમારો સંકલ્પ” એ મહામૂલ્ય ધ્યેય સાથે આજે સરસીયા ગામના ગ્રામજનો તથા સુરત પટેલ પરિવાર (સુરત અને અમદાવાદ) તરફથી નાળિયેરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી સંગ્રહ માટે મહત્વપૂર્ણ પગલા ભરાયા છે.
ગામના વિકાસ અને જળસંપત્તિ સુખાકારી માટે મોટી ડેમના નિર્માણ તથા વિવિધ ખેતર વિસ્તારોમાં વધુમાં વધુ ચેકડેમો બાંધવા માટે તેમજ જૂના ચેકડેમોના નવીનીકરણ માટે ખાસ પ્રયાસો શરૂ કરાયા છે.
આ અંગે સરસીયા ગ્રામજનો અને સુરત પટેલ પરિવાર તરફથી ધારાસભ્ય જે.વી.ભાઈ કાકડિયા (ધારી-બગસરા), સાંસદ ભરતભાઈ સુતરીયા (અમરેલી), અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, યુવા ધારાસભ્ય અને રાજ્ય સરકારના દંડક કૌશિકભાઈ વેકરીયા તથા લાઠી-બાબરા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સમક્ષ રૂબરૂ લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.
આવા સંકલ્પથી ગામમાં જળસંચય અને ખેતી માટે નવી આશાની કિરણો જોવા મળી રહી છે.
અહેવાલ: સંજય વાળા, ધારી, અમરેલી